• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • પીલુંડામાં બનાસ બેન્કમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતાં આગ ચાંપી

પીલુંડામાં બનાસ બેન્કમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતાં આગ ચાંપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદતાલુકાના પીલુંડા ગામે આવેલી બનાસબેન્કમાં ગત 24 જુલાઇની રાત્રીએ તસ્કરો ચોરી કરવાના ઇરાદે બેન્કના દરવાજાના તાળાં તોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ તાળા તૂટતાં પાછળના દરવાજામાંથી ઘૂસી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે, કઇ હાથ ના લાગતાં ચોરો આગ ચાંપી ફરાર થઇ ગયા હતા.

મેનેજર 24 મીના રોજ સાંજે બેન્ક બંધ કરી ઘરે ગયેલા અને 25 તારીખે બેન્કે આવતાં બેન્કમાંથી ધુમાડા નિકળતાં જોતાં દરવાજો બંધ હોઇ પાછળના ભાગે જતાં દરવાજો તોડેલો હતો. અંદર જઇ જોતાં કમ્પ્યૂટરો, પ્રિન્ટરો, લાકડાનું ફર્નિચર, પંખા સહિત દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...