• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરામાં જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રીના પતિએ ગળા ફાંસો ખાધો

થરામાં જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રીના પતિએ ગળા ફાંસો ખાધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજતાલુકાના થરા-તાણા વિસ્તારમાં દેવાશીષ સોસાયટીમાં જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રીના પતિએ બુધવારની રાત્રે ઘરમાં પંખાએ લટકી આપઘાત કરતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.

થરાની દેવાશીષ સોસાયટીમાં રહેતા વિજયકુમાર ધનજીભાઇ પટેલ(ઉ.વ.32) લાટી -સોમીલનો ધંધો કરતો હતો. જેમનો ધંધો ચાલતો હોવાથી તા. 26 જુલાઇ ના રાત્રીના નવ વાગ્યા પહેલા ઘરના પંખે લટકી જીવનલીલા સંકેલી બાબતની ફરિયાદ તેમના સસરા ને થરા પારસનગર સોસાયટીમાં રહેતા પ્રભુલાલ મણીલાલ પટેલે થરા પોલીસ સ્ટેશન નોંધાવતા પોલીસ આઇપીસી 174 મુજબના ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપી છે. મરનાર વિજયકુમાર ધનજીભાઇ પટેલના પત્ની મીનાબેન હાલ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રીની જવાબદારી સંભાળ છે. વિજયભાઇ પટેલનું રીતે મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

થરાના ભાવનગરમાં મહિલાએ ફાંસો ખાધો

થરા| થરાના ભાવનગર ગામે રહેતા સંતોકબેને આપઘાત કરતા બાબતની ફરિયાદ તેમના પતિ ડાહ્યાભાઇ ગગાભાઇ પટેલ રહે.ભાવનગર કરતાં થરા પોલીસે સીઆરપીસી કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...