• Gujarati News
  • વાવતાલુકાના છેવાડાના ગામોમાં નર્મદા કેનાલનું પાણી પહોચતુ હોવાથી ખેડૂતોની

વાવતાલુકાના છેવાડાના ગામોમાં નર્મદા કેનાલનું પાણી પહોચતુ હોવાથી ખેડૂતોની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાવતાલુકાના છેવાડાના ગામોમાં નર્મદા કેનાલનું પાણી પહોચતુ હોવાથી ખેડૂતોની ફરિયાદો ઉઠવા પામી હતી. જેના પગલે તંત્ર દ્વારા નર્મદા કેનાલો ઉપર થતી ગેરરિતીઓ અટકાવવા એલઆરસી પોઇન્ટ ઉપર તલાટી કમ મંત્રીઓને રખેવાળી સોંપાઇ છે. જે અંગે મંગળવારે વાવ ખાતે નાયબ કલેકટરની ઉપસ્થિતીમાં મળેલ બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

વાવ તાલુકાના નર્મદા કેનાલોમાં કેટલીક જગ્યાએ ખેડૂતો દ્વારા આડશો મુકવામાં આવતી હોય છે. અને મશીનો દ્વારા પાણી ખંેચવાની પ્રવૃિતઓ થતી હોઇ કેનાલના પાણી છેવાડાના ગામડાઓ સુધી પહોંચતુ નથી. જેના કારણે ખેડૂતોને વાવેતર કરવામાં મુશ્કેલી સર્જાઇ છે. અંગે ખેડૂતોની વ્યાપક ફરિયાદોના પગલે સોમવારે વાવ મામલતદાર કચેરી ખાતે થરાદના નાયબ કલેકટર ડી.એલ.પરમાર, વાવ મામલતદાર એ.ટી.રાઠી, તાલુકા વિકાસ અધિકારી કે.યુ.જોષી, નર્મદાવિભાગના અધિકારીઓ, તલાટી કમ મંત્રીઓ , દૂધ મંડળીના મંત્રીઓ તેમજ ખેડૂતો સાથે બેઠક યોજાઇ હતી.

જેમાં નર્મદા કેનાલ ઉપર થતી ગેરરિતીઓ અટકાવવા ચર્ચા વિચારણા કરાઇ હતી. જેમાં ખેડૂતોને મશીનો ચાલુ કરવા વારા બાંધી આપવામાં આવ્યા હતા. અને કેનાલની રખેવાળી કરવા માટે નર્મદા વિભાગ દ્વારા નક્કી કરાયેલ એસ.આર.પી. પોઇન્ટ ઉપર તલાટીઓને રાત્રિ ફરજ સોંપવામાં આવી હતી. તેમજ તેઓને કેનાલો ઉપર થતી ગેરરિતી અંગે નાયબ કલેકટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને અહેવાલ મોકલી આપવા જણાવાયું હતું.

{છેવાડાના ગામોમાં કેનાલનું પાણી પહોંચતાં તંત્રદ દ્વારા લેવાયેલું પગલું

વાવની કેનાલો પર નજર રાખવા તલાટીઓને રખેવાળી સોંપાઇ