તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • રણુજાથી દર્શન કરી પરત ફરતા સાળા બનેવીને અકસ્માત નડયો : એકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણુજાથી દર્શન કરી પરત ફરતા સાળા બનેવીને અકસ્માત નડયો : એકનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેઘરજતાલુકાના ખાંડીવાવ ગામના 45 વર્ષિય ઇસમ તેના સાળા સાથે બાઇક ઉપર રણુજા જઇ દર્શન કરી પાછા વળી રહ્યા હતા ત્યારે જોધપુર નજીક બાઇક સ્લીપ મારતાં સાળાને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે બનેવીનું સારવાર દરમ્યાન મોત નીપજતાં પંથકમાં શોક છવાયો હતો.

મેઘરજના ખાંડીવાવ ગામના ભરવાડ નાથાભાઇ અને તેમનો સાળો વિરમભાઇ રહે.ચિતવાડા,તા.પ્રાંતિજ બંને સાળા-બનેવી બાઇક લઇ રણુજા રામદેવપીરના દર્શને જવા શનિવારે નીકળ્યા હતા. બનાસકાંઠાના થરા થઇ તેમની કુળદેવીના દર્શન કરી રણુજા પહોંચ્યા હતા.

સોમવારે તેઓ રણુજાથી મેઘરજ આવવા પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજના 4 વાગ્યાની આસપાસ રણુજા-જોધપુર વચ્ચે રોડ ઉપર બાઇક સ્લીપ મારી બાઇક જતાં બાઇક સવાર બંને ઇસમો રોડ સાઇડે પટકાયા હતા. અકસ્માતમાં નાથાભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં રોડ ઉપર ચાલતા પદયાત્રીઓએ 108ને બોલાવી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નાથાભાઇનું રાત્રે 10 વાગ્યાની આસપાસ મોત થયું હતું.

જ્યારે તેઓના સાળાને ઇજાઓ પહોંચતા સારવાર પુરી પડાઇ હતી. મૃતકનું રાજસ્થાનમાં પી.એમ.કરાવી મૃતદેહનેખાંડીવાવ ખાતે તેમના વતનમાં લાવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો