તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીમ્બાઉ ગામ પાસેથી દારૂ ભરેલી ગાડી સાથે ત્રણ શખસ ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખણીતાલુકાના લવાણા-લીમ્બાઉ માર્ગ ઉપરથી પોલીસે એક વાહનમાંથી વિદેશીદારૂ ઝડપી લીધો હતો. અને ત્રણ શખસોની અટકાયત કરી હતી.

લાખણી તાલુકાના લવાણા-લીમ્બાઉ રોડ પર દિયોદર પોલીસ દ્વારા શંકાના આધારે વોચ ગોઠવતા લીમ્બાઉ પાસેથી પસાર થતી મહીન્દ્ર ઝાયલો ગાડી નં.જીજે.12. બીએફ -2227 ને પીછો કરી રોકાવી તપાસ કરતા તેમાંથી વગરપાસ પરમીટનો વિદેશીદારૂ બોટલ નંગ 1440 મળી આવ્યો હતો.

અંગે ગાડી સહિત 3.45 લાખનો મુદ્દામાલ કબજે કરી થરાદના બુઢનપુરના ખેમજીજી અજીજી પટેલ, દિદરડાના ભમરજી સવુજી નાયક અને સુબાપુરાના કિર્તી ગણપતભાઇ રાજપુરોહિતને ઝડપીલઇ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ શિહોરી સીપીઆઇ આર.પી.પટેલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...