તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરામાં હાઇવે નજીક કચરો ફેંકાતાં નગરપાલિકાને નોટિસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધાનેરાનગરપાલિકા દ્વારા કોલેજ જવાના માર્ગે હાઇવેની નજીક કચરાનો નિકાલ કરવામાં આવતાં દુર્ગંધથી છાત્રો ત્રાહિમામ્ પોકારી ગયા છે. મુદ્દે નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી. બીજી તરફ હાઇવે ઓથોરિટી દ્વારા પાલિકાને નોટિસ અપાવામાં આવી છે.

ધાનેરા ખાતે થરાદ હાઇવે નજીક કોલેજ આવેલી છે. જેની પાસે નગરપાલિકા દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાથી દુર્ગંધ પ્રસરવા પામી છે. પરિણામે છાત્રો ત્રાહિમામ પોકારી ગયા છે. અંગે કોલેજના આચાર્ય લાલાભાઇ પટેલે જણાવ્યું હતું કે, કચરો અન્યત્ર નાંખી સફાઇ કરાવવા માટે નગરપાલિકાને દસ વખત જાણ કરી છે. મુખ્યમંત્રી આરોગ્ય મંત્રીને રજૂઆતો કરી છે. પરંતુ પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી થતી નથી.અનુસંધાન પાનાનં-8

જ્યારેનેશનલ હાઇવે ઓથોરિટીના એસઓએ જણાવ્યું હતું કે, કોલેજ દ્વારા રજુઆત મળી હતી. આથી નગરપાલિકાને કચરો હટાવવા જણાવાયું હતું. જોકે, તેમ થતાં ધાનેરા નગરપાલિકાને નોટિસ આપાવમાં આવી છે. જેની જાણ ધાનેરા એસ.ડી.એમ. અને કલેકટરને કરાઇ છે.

પાલિકા દ્વારા કચરો નાંખવામાં આવતાં નોટિસ અપાઇ છે.તસવીર-રાજન ચૌધરી

ત્વરીત સફાઇ કરવામાં આવશે

ધાનેરાકોલેજ માર્ગ નજીક કચરો નાંખવાના મુદ્દે રજૂઆતો મળી છે. જ્યાં ત્વરીત સફાઇ કરવામાં આવશે.: પ્રકાશભાઇમહેતા ( એસ.ઓ. પાલિકા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો