તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વજેગઢમાં રસ્તે ચાલવા બાબતે જીપચાલક પર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વજેગઢમાંરસ્તે ચાલવા બાબતે જીપચાલક પર હુમલો કરાતાં ફરિયાદ નોંધાઈ હતી.

થરાદના વજેગઢમાં રહેતા અરવિંદભાઇ શંકરભાઇ પ્રજાપતી શનિવારની સાંજના સાતેક વાગ્યાના સુમારે પોતાની ગાડી લઇને ઘર તરફ જઇ રહ્યા હતા.આ વખતે પ્રધાનજી વાકજી ઠાકોરે તેમને તારો રસ્તો નથી હવે અહીંથી તુ ચાલતો નહી તેમ જણાવતાં જાહેર માર્ગ હોવાનું જણાવી પોતાના ઘેર ગયા હતા. જ્યાં આવેલા પ્રધાનજી તથા દશરથભાઇ અને અમરતભાઇ વાકજીભાઇ ઠાકોરે દોડી આવી અપશબ્દો બોલી ધોકા વડે આડેધડ હુમલો કર્યો હતો.જેને બચાવવા તેમના પિતા શંકરભાઇ વચ્ચે પડતાં દોડી આવેલા રામસીભાઇ વાકજીભાઇ ઠાકોર અને ભાવેશભાઇ વાકજીભાઇ ઠાકોરે ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની અરવીંદભાઇની ફરીયાદના આધારે થરાદ પોલીસે પાંચેય ભાઇઓ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો