• Gujarati News
  • થરાદમાં લગ્નના નામે યુવતીઓ વેચવાનું ષડયંત્ર , સાત સામે ફરિયાદ

થરાદમાં લગ્નના નામે યુવતીઓ વેચવાનું ષડયંત્ર , સાત સામે ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદમાંલગ્નના નામે યુવતીઓ વેચવાનું ષડયંત્ર ઝડપાતાં ચકચાર મચી ગઈ છે. કેસમાં સાત સામે ફરિયાદ ફરિયાદ નોંધાઈ છે. ઉછીના નાણાં અપાવવાના બહાને નાસિકની બે યુવતીઓના ઓળખીતા માણસો સાથે લગ્ન કરાવી દેવામાં આવતી હતી.શુક્રવારે સાંજે પોલીસે પ્રકારણમાં બે મહિલા સહિત સાત સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

થરાદનું એક દંપતિ ઉછીના નાણાં અપાવવાના બહાને પરપ્રાતિય બે મહિલાના લગ્ન કરાવી દીધા હોવાનો ગૂનો થરાદ પોલીસ મથકે નોંધાયો છે. થરાદના ધોરાવાસ વિસ્તારમાં રહેતી એક મહિલાનો પરિચય અગાઉ નાસિકની મહિલા સાથે થયો હતો. જેને ઉછીના નાણાંની જરૂર હોવાથી નાસિકની મહિલા તેમજ તેની સાથેની અન્ય યુવતીને અમદાવાદ લઇ જવાઇ હતી. જ્યાં ઉછીના નાણાં અપાવી થરાદ લાવવામાં આવી હતી. દરમિયાન ત્યાં બે શખ્સો સાથે નાસિકની બંને મહિલાઓને ફુલહાર કરી લગ્ન કરાવાયા હતા. જે પૈકી એક મહિલા પરિણિત તેમજ બાળકો હોવાનું જાણવા મળતાં લગ્ન કરનારા શખ્સે તેણીને પરત થરાદ મોકલી દીધી હતી. આથી તે પોતાના લગ્ન કરાવનારા દંપતિના ઘરે રોકાઇ હતી. જ્યાં શુક્રવારે રાત્રે તેણીની સાથે દંપતિ દ્વારા છેડતી તેમજ માર મારવાની ઘટના બનતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. પોલીસે બે મહિલા સહિત સાત સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.