• Gujarati News
  • છાપીના યુવક મંડળ દ્વારા પગપાળા સંઘનું આયોજન

છાપીના યુવક મંડળ દ્વારા પગપાળા સંઘનું આયોજન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદના ભાચરમાં ગ્રામ સફાઇ યોજાઇ

થરાદ : થરાદનાધારાસભ્ય પરબતભાઇ પટેલની ઉપસ્થિતીમાં તેમના ગામ ભાચર ખાતે હીરાપુરી મહારાજની જગ્યામાં ગ્રામસભા યોજાઇ હતી. જેમાં મનરેગા યોજના, એન.આર.જીએ મિશન, વોટર સેડ, ઇન્દીરા આવાસ, સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનના કામો અંગે સમીક્ષા કરાઇ હતી. ઉપરાંત ગ્રામ્યકક્ષાએ એપીએલ, બીપીએલ કુટુંબોને શૌચાલય બનાવવા બાબતે સમજણ આપવા જેવા મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી. ગ્રામ સભામાં થરાદના તાલુકા વિકાસ અધિકારી આર.કે.મચ્છાર, સરપંચ કંકુબેન ચૌહાણ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. -વિષ્ણુ દવે

છાપીના બ્રહ્મણી બાળ યુવક મંડળ દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાજીના દર્શન કરવા પગપાળા યાત્રા સંઘનું આયોજન કરાયું હતું. જેમાં ૧૦૦ કરતાં વધુ યુવકો માતાજીના દર્શન કરવા પગપાળા જવા આસોસુદ બારસના સાંજે પ્રસ્થાન કર્યું હતું. અને પૂનમના દિવસે દર્શન કરી પરત ફરશે.-ગુણવંત અગ્રવાલ