ભાસ્કર ન્યુઝ | થરાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | થરાદ

ગાંધીનગરનાસ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે થરાદના થરા મોરથલ ગામની સીમમાંથી વિદેશી દારૂની ૩૩ પેટીમાં 1487બોટલ વિદેશી દારુના જથ્થા સાથે એક શખસને ઝડપી લેવામાં સફળતા મળી હતી.હતી.પોલીસે દારુનો જથ્થો મંગાવનાર અને આપી જનાર સામે પણ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરતાં બુટલેગરોમાં હડકંપ મચવા પામ્યો હતો.

ગાંધીનગરના સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ મંગળવારે ગુજરાતમાં પ્રોહીબેશન પ્રવૃતી અટકાવવાના બનાસકાંઠાના પેટ્રોલિંગ દરમ્યાન થરા ગામનો ભુપાજી સોનાજી રાજપુત વિદેશી દારૂ મંગાવીને છુટક તેમજ જથ્થાબંધ વેચાણનો ધંધો કરતો હોવાની બાતમી મળી હતી.

આથી પોલીસે થરા મોરથલ રોડ પર ઇંટવાડા પાસે વૉચ ગોઠવી હતી.દરમ્યાન જીજે 8 ઝેડ 5622 નંબરનું જીપડાલું આવતાં તેને અટકાવી તેના ચાલક શામળભાઇ ભમરાભાઇ ગવારીયા રહે.કિયાલ રોડ ,થરા તા.થરાદની અટકાયત કરી ડાલામાં 33 પેટીઓમાં રહેલો 1487 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપીયા 1,48,700નો જથ્થો ઝડપી લીધો હતો.

પોલીસે જીપચાલક તથા બુટલેગર તથા તેના પુત્ર સુરેશભાઇ ભુપાજી રાજપુત તથા રાજસ્થાનમાં વિદેશી દારૂનો જથ્થો ભરવા લઇ જનાર મોટરચાલક સામે પ્રોહીબિશનનો એક્ટ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...