તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદ એસટી ડેપોની રિનોવેશન કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદએસટી ડેપોનુ લાખો રૂપિયાના ખર્ચથી રિનોવેશન કરવામાં આવી રહ્યુ છે.જોકે કામગીરીમાં મોટાપ્રમાણમાં ગેરરિતીઓ થતી હોવાનો ગણગણાટ ખુદ ડેપોના કર્મચારીઓમાં ઉઠવા પામ્યો છે.

થરાદ એસટી ડેપોના આશરે ૩૦ થી ૩૩ લાખના ખર્ચથી વર્કશોપમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી છે.જોકે આશ્ચર્યની વાત છે કે ડેપોમાં હજુતો રિનોવેશનની કામગીરી ચાલુ છે ત્યાં ગત શનિવારની રાતે ફુંકાયેલા સામાન્ય પવનની આંધીમાં ડેપો પરનાં પતરાં ઉડવા પામ્યાં હતાં.

ડેપોમાં કામ કરતા કર્મચારીઓએ અધિકારીઓની બીકના કારણે નામ નહી આપવાની શરતે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રિનોવેશનના નામે કરવામાં આવેલા દરેક કામમાં વેઠ વળાઇ રહી છે અને કામ તદ્દન હલકી ગુણવત્તાનું કરવામાં આવી રહ્યું છે.વર્કશોપમાં પાણી ભરાવાના કારણે તળીયું આરસીસી કામ કરીને બે ફુટ ઉંચુ કરવાનું હતું તેની જગ્યાએ માત્ર એકાદ ફુટ નામ પુરતું કરીને ગોલમાલ કરાતાં તેના તળીયે અત્યારથી તિરાડો પડી છે.ઓફીસોમાં કોટાસ્ટોન નીચે માત્ર માટી નાંખીને ફીટ કરી દેવાયા છે.ડેપોનો ટેકો જેના પર છે તે નવી થાંભલીઓ વજન સહન કરી શકવાના કારણે બેંડ થઇ રહી છે.બારીઓનું ફીટીંગ્સ બરાબર નહી કરાતાં તેમાં જગ્યાઓ રહેવા પામી છે.આખા ડેપોમાં પ્લાસ્ટરના નામે માત્ર ઠેકઠેકાણે થીંગડાં મારવામાં આવી રહ્યાં છે.જેને કલર કામ કરીને પુર્ણ કરવામાં આવે તે પહેલાં થઇ રહેલી કામગીરીની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણી સાથે કર્મચારીઓએ ડેપોના અધિકારીઓની સાથે બાંધકામ વિભાગના અધિકારીની પણ સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરતાં ચકચાર મચવા પામી હતી.

થરાદ ડેપોમાં રિનોવેશનની ચાલતી કામગીરીમાં ભ્રષ્ટાચારની બુ આવતી હોવાનો ગણગણાટ ડેપોના કર્મચારીઓમાં ઉઠવા પામ્યો છે.

ડેપોમાં ચાલી રહેલી કામગીરી ગુણવત્તાની ચાડી ખાય છેે

અન્ય સમાચારો પણ છે...