તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • પડાદરમાં પોલીસને સાથે રાખી અને મોરથલમાં એકલા હાથે જનતા રેડ

પડાદરમાં પોલીસને સાથે રાખી અને મોરથલમાં એકલા હાથે જનતા રેડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદનાવહીવટીતંત્રને તાજેતરમા આવેદનપત્ર આપ્યા બાદ થરાદ તાલુકાની ઠાકોર સેનાએ પોલીસને સાથે રાખી પડાદરમાં રેડ કરતાં દેશીની સાથે વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો.પોલીસે પડાદરના એક શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે ત્યાર બાદ મોરથલ ગામમાંથી પણ મોટા પ્રમાણમાં જથ્થો શોધી કાઢી થરાદ પોલીસને જાણ કરી હતી.

થરાદ તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાને પડાદર ગામમાં એક વ્યક્તિ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની ખાનગી બાતમી મળતાં પોલીસને જાણ કરી સાથે રાખી રવિવારની બપોરે ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેતા રતનસીભાઇ ભુરાભાઇ રબારીના રહેણાંકે રેડ પાડી હતી.દરમ્યાન તેના પાસેથી વિદેશી દારૂની પાંચ બોટલો મળી આવી હતી.તથા તેના ઘરની પાછળ લોખંડના સળીયા નાંખીને તલાશી લેતાં જમીનમાં દાટેલ માટલામાંથી મોટા પ્રમાણમાં દારૂ ગાળવાનો વોસ પણ મળી આવ્યો હતો. રેડ બાદ બુટલેગર દોડી જતાં તેને ઠાકોર સેનાના કાર્યકરોએ પાછળ પડી ઝડપી લઇ પોલીસને સોંપ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી તેની સામે પ્રોહીબેશન એક્ટ મુજબ કાર્યવાહી પણ કરી હતી. ત્યાર બાદ તાલુકાના મોરથલમાં પણ રેડ પાડવામાં આવી હતી.જ્યાંથી પદમાજી ધનાજી પટેલના કબજા ભોગવટામાંથી મોટા પ્રમાણમાં દારુનો જ્થ્થો મળી આવ્યો હતો.જોકે પોલીસ સ્થળે પહોંચી હોવાથી દારૂના જથ્થાનો ચોક્કસ આંકડો જાણી શકાયો હતો.આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હોવાનું ત્યાં ઉપસ્થિત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ પ્રવિણભાઇ ઠાકોર,પ્રધાનજી ઠાકોર ,જયંતિજી ઠાકોર,સેંધાજી ઠાકોર તથા દિલીપજી ઠાકોરે જણાવ્યું હતું.નોંધનીય છેકે થરાદ તાલુકા ઠાકોર સેનાએ તાજેતરમાં પોલીસ સહીત વહીવટીતંત્રને આવેદનપત્ર આપી દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી જો પગલાં નહી ભરાય તો સેના દ્રારા કાર્યવાહી અનુસંધાનપાના-8કરવાનીફરજ પડશે તેવી ચિમકી પણ આપી હતી.જેની મુદત પુરી થતાં સેનાના 200 જેટલા કાર્યકરો દ્વારા દારૂના બુટલેગરો સામે કાર્યવાહી કરાવવામાં આવી હતી.અન્ય સમાચારો પણ છે...