તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદની વિદ્યાર્થિને કુસ્તીમાં રાજ્ય એવોર્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદનીરાજેન્દ્રનગરમાં રહેતા કાન્તિભાઇ પરમાર(ભાટી)ની 25 વર્ષીય પુત્રી મિત્તલને અભ્યાસની સાથે સાથે રમતગમતમાં છેક બાળપણથી રૂચી હતી.આથી તેને તેમાં મદદ કરતાં તેણીએ શાળા સ્તરેથી કુસ્તીમાં પોતાનું કૌશલ્ય બતાવતાં સન્માનપત્રો અને ટ્રોફીઓ મેળવવાની શરૂઆત કરી હતી.25 વર્ષની વયે તેણીને તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલા એવોર્ડ સમારંભ કાર્યક્રમમાં રાજ્યના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા 58 કિગ્રા કૃસ્તીમાં રાજ્યપાલના હસ્તે જયદીપસીંહ સિનીયર એવોર્ડએનાયત કરવામાં આવ્યો હતો.જેમાં તેણીને 20 હજાર રોકડા તથા મેડલ અને ટ્રોફી આપવામાં આવી હતી. જોકે પૂર્વે મિત્તલ પરમારે અનેક ટ્રોફી અને પ્રમાણપત્રો તથા અનેક મેડલો પણ મેળવેલાછે.તેમજ તેણી છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત સ્ટેટ ચેમ્પીયનશીપમાં પણ પ્રથમ ક્રમાંકે રહેતાં તેનું રાજ્યસરકારે સન્માન કરાયું હતું. તેણીએ પરિવારની સાથે સમાજ તથા શહેર અને તાલુકાનું નામ રોશન કરતાં પંથકમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...