જમડાના 61 લાભાર્થીઓને ઇન્દિરા આવાસનાં મકાન પુરા કરવા નોટિસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદતાલુકા પંચાયત મકાનોનાં બાકી કામ તાકીદે પુર્ણ કરી તેનાં પ્રમાણપત્ર લઇ આવવાની જમડાના 61 લાભાર્થીઓને તાકીદ કરવામાં આવી છે,જોકે લાભાર્થીઓએ હપ્તાની રકમ અન્ય કામોએ વાપરી નાખતાં તાલુકા પંચાયત દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.

જમડાના 61લાભાર્થીઓને 2013-14ના વર્ષમાં ઇન્દિરાઆવાસનાં મકાન મંજુર કરાયા હતાં.મકાન બનાવવા માટે સરકાર તરફથી મળતી તબક્કાવાર સહાયના હપ્તો પણ ચુકવાયો હતો.જોકે તેમ છતાં પણ લાભાર્થીઓ દ્વારા મકાનની કામગીરી કરવામાં આવી હતી.આ અંગે તાલુકા પંચાયતને લાભાર્થીઓએ સહાયના રૂપીયા મકાનના બદલે અન્ય કામોમાં વાપરી નાખ્યાનું જાણવા મળતાં તાલુકાના તમામ લાભાર્થીઓને નોટિસો મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં તેઓએ મકાનની કામગીરી પુર્ણ નહી કરેલ હોવાથી આખરી ચુકવણુ થઇ શક્યું હોવાનું જણાવી મકાનનું કામ સત્વરે રાઇપ ડિઝાઇન પ્રમાણે પુર્ણ કરવાની અને મકાનનો ફોટો પાડીને તલાટીને આપવાની નોટિસ અપાઇ હતી.અન્યથા બાકીના હપ્તાની રકમનું ચુકવણુ કરાય નહીં તેવી તાકીદ પણ કરાઇ હતી.બીજી બાજુ લાભાર્થીઓએ મકાનના પૈસા અન્ય કામોએ વાપરી નાખ્યા હતા અને ત્યાર બાદ નોટબંધીમાં નાણાંભીડમાં અટવાઇ પડતાં મકાનનું કામ પુર્ણ કરવામાં સમસ્યા નડી રહી હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે.જ્યારે તમામ લાભાર્થી ગામોમાં નોટિસો આપવાની તલાટીઓને સુચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...