થરાદમાં મહિલાનું અપહરણ થયાની પોલીસને રજૂઆત કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદનાચામુંડા નગરમાંથી ગુમ થયેલ મહિલાને થરાદના ત્રણ શખસોએ બે લાખમાં વેચી નાખી હોવાની પોલીસને લેખિત રજૂઆત કરી છે.મહિલાના પતિની થરાદ પોલીસે અરજી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

થરાદના ચામુંડાનગરમાં રાજસ્થાનના મેઘવાળ શાયરભાઇ ગણેશરાંમ પોતાની પત્ની નિર્મલાબેન અને પુત્ર બંટી સાથે રહીને કડીયાકામની મજુરી કરીને ગુજરાન ચલાવે છે.ગત 9 ફેબ્રુ.ના રોજ સાંજના સાડાચાર વાગ્યાના સુમારે નિર્મલાબેન ઘરને તાળું મારી તેના પુત્રને મુકીને ગુમ થઇ ગઇ હતી.આ અંગે શાયરભાઇએ બે મોબાઇલ નંબર પણ શંકા અને વહેમ હોઇ તપાસ કરવા થરાદ પોલીસ મથકમાં રજૂઆત કરી હતી.

રજૂઆતમાં શાયરભાઇએ એક મહિલા અને બે શખસોએ તેની પત્ની ગુમ નહી પણ તેનું અપહરણ કરાયાનું જણાવ્યું હતું.આ બનાવની તેની પત્નીએ તેને મોબાઇલથી ગાંધી રખાયાની જાણ કરી હતી અને તેણીને બહાર નહી નિકળવા દેતા હોઇ બે લાખ રૂપીયા ભરીને નહી છોડાવેતો જાનથી મારી નાખશે તેમ જણાવતાં ચકચાર મચી જવા પામી હતી.પોલીસ મથકના પીએસઓએ અરજી લઇ આગળની તપાસ હાથ ધરવામાં આવી એવું પોલીસ સુત્રો દ્વારા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...