• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • ખોડા ચેકપોસ્ટે ટ્રકમાં પાવડર નીચે સંતાડેલો 13.54 લાખનો દારૂ જપ્ત

ખોડા ચેકપોસ્ટે ટ્રકમાં પાવડર નીચે સંતાડેલો 13.54 લાખનો દારૂ જપ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદનીખોડા ચેકપોસ્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ મંગળવારે રાતે વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલું ટ્રેલર ઝડપી પોલીસ મથકમાં લઇ આવ્યા હતા. જેમાંથી 250 પેટીમાં રહેલો રૂ.13,54,800નો 4836 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદની ખોડા ચેકપોસ્ટ પર કર્મચારીઓ અશોકભાઇ, દશરથભાઇ તથા દિલીપભાઇએ સઘન વાહન ચેકિંગ હાથ ધર્યુ હતું. તે દરમિયાન મંગળવારે રાત્રે દોઢેક વાગુ એમ એચ 08 જી 1837નંબરનું ટ્રેલર ઉભું રખાવી તેના ચાલક રાજસ્થાનના નવાતલાના ગોગારામ પદમારામે ટ્રેલરમાં પીઓપી પાવડર ભરેલો હોવાનું જણાવતાં શંકા ગઇ હતી. આથી કર્મચારીઓએ તાડપત્રી ઉંચી કરી તપાસ કરતાં ટ્રેલરમાં પાવડરના ક્ટ્ટાં વચ્ચે દારૂની 250 પેટીઓ છુપાવેલી મળી આવી હતી. આથી પોલીસે રૂ. 13,54,800ના દારૂની 4836 બોટલો, રૂ.7 લાખની ટ્રક મળી કુલ રૂ. 20,55,200ના મુદામાલ સાથે ચાલકની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...