તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • નહેરમાં ફેંકી દીધેલી મહિલાની લાશનો મામલો, પરિવારજનોએ હત્યા કરી : પ્રેમી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નહેરમાં ફેંકી દીધેલી મહિલાની લાશનો મામલો, પરિવારજનોએ હત્યા કરી : પ્રેમી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદનીનર્મદા નહેરમાંથી પથ્થર સાથે બાંધેલી હાલતમાં મળી આવેલી મહિલાના મૃતદેહની ઓળખ થતાં કાંકરેજ તાલુકાના રાનેર ગામની હોવાનુ ખુલ્યું હતું. ‘દિવ્ય ભાસ્કર’ માં છપાયેલો ફોટો જોઇને તેણીના પ્રેમીએ પોલીસ મથકમાં આવીને બનાવની વાત કરતાં પ્રેમ પ્રકરણનો મામલે તેણીના પરિવારે મોતને ઘાટ ઉતાર્યાની આશંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક વર્ષાબેન જયરામભાઇ જોષી (ઉ.વ.27) નો ફોટો જોઈ પોલીસ મથકે દોડી આવેલા તેણીના પ્રેમી રાનેર ગામના વિજયસિંહ રવિમલજી જાદવે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે,તેણીને વર્ષથી પ્રેમ કરતો હતો. પરંતુ પરિવારજનોને પસંદ હતું.પરિવારના માણસો એજ તેણીને મોતને ઘાટ ઉતાર્યાની હકીકત પોલીસને જણાવી હતી.

પિયરપક્ષ આવતાં શંકા પ્રબળ

મૃતકમહિલાના પ્રેમીએ હકીકત જણાવતાં પોલીસે તેણીના પરિવારને જાણ કરવા છતાં પણ બપોર સુધી કોઇ ફરક્યા હતા. તેમણે પ્રેમ સબંધ મંજુર હોઇ પુત્રીની હત્યા કરી નહેરમાં ફેંકી દીધી હોવાની આશંકા પ્રબળ બની હતી. જોકે પોલીસે સમગ્ર પ્રકરણની જીણવટભરી તપાસ ચાલુ હોવાનુ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો