થરાદમાં મહિલાની થેલીને ચીરો મારી ગઠિયો રોકડ-મોબાઇલ સેરવી ગયો

થરાદમાં મહિલાની થેલીને ચીરો મારી ગઠિયો રોકડ-મોબાઇલ સેરવી ગયો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:30 AM IST
થરાદમાં મેઇન બજારમાં ગુરુવારે એક મહિલાની પ્લાસ્ટિકની થેલીને ચીરો મારી થેલીમાંથી રોકડ સહિત મોબાઇલ અજાણ્યો ગઠિયો સેરવી જતા ચકચાર મચી જવા પામી હતી. જો કે આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.

થરાદ શહેરમાં બજારોમાં ભારે ભીડ જોવા મળે છે. જે ભીડની તક ઉઠાવી અને ગઠિયાઓ ચીલઝડપ સહિત રૂપિયા સેરવી ગયાનાં બનાવો બની રહ્યા છે. થરાદની મેઇન બજારમાં આવેલી એક દુકાનમાં સેલ લાગ્યો હતો. જેમાં મહિલાઓની ખરીદી કરવા ભારે ભીડ જામી હતી. જે ભીડનો તક ઉઠાવી એક અજાણ્યો ગઠીયો ખરીદી કરવા આવેલા મહિલાની પ્લાસ્ટિકની થેલીને ચીરો મારી થેલીમાંથી રૂપિયા 3500 અને મોબાઇલ સેરવી લઇ ફરાર થઈ ગયો હતો. જો કે આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.

થેલીને ચીરો માર્યો હતો. -ભાસ્કર

X
થરાદમાં મહિલાની થેલીને ચીરો મારી ગઠિયો રોકડ-મોબાઇલ સેરવી ગયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી