તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • વર્ગખંડમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છતાં શિક્ષકો બિન્દાસ્ત વાપરે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ગખંડમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છતાં શિક્ષકો બિન્દાસ્ત વાપરે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદશહેરના શિવનગરના એક વાલીએ શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની અનિયમિતતા અંગે લેખિત રજુઆત કરી પગલાં ભરવાની માંગણી કરતાં શિક્ષણજગતમાં ચકચાર મચવા પામી છે.

શહેરના શિવનગર વિસ્તારના વાલી રામચંદભાઇ ગેનાભાઇ ડોહટે ગુરુવારે થરાદના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરી હતી.

જેમાં શિવનગરની પ્રાથમિક શાળાના શિક્ષકો સમયસર શાળામાં ફરજ પર હાજર રહેતા હોવાનું અને શાળાના સમય કરતાં મોડા આવવા ઉપરાંત શાળાના વર્ગખંડમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ હોવા છતાં પણ તેઓ પોતાના ખિસ્સામાં રાખી ચાલુ કલાસે તેનો ઉપયોગ કરતા હોઇ વિધાર્થીઓના ભાવિ સાથે ચેડાં થઇ રહ્યા હોવાની ચિંતા વ્યક્ત કરી હતી.

શાળામાં પ્રાર્થનાનો સમય પુરો થયા બાદ અને વર્ગમાં પિરીયડ ચાલુ હોવા છતાં પણ ચારપાંચ શિક્ષકો ભેગા મળીને વાતો કરતા હોવાનો અને શાળામાં પુરતા વર્ગખંડો હોવા છતાં પણ તેઓ બાળકોને બહાર લિમડાઓ નીચે બેસાડીને ભણાવતા હોઇ તેમના ભવિષ્ય સાથે ખિલવાડ કરતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો હતો.

રજુઆતથી શિક્ષણ વિભાગમાં ચકચાર મચવા પામી હતી.તાલુકા પંચાયતાના શિક્ષણ વિભાગના સુત્રોએ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો