Divya Bhaskar

Home » Uttar Gujarat » Palanpur District » Tharad » વામી ગામ નજીકથી કેનાલમાં નવજાત શિશુનો મૃતદેહ તરતી હાલતમાં મળ્યો

વામી ગામ નજીકથી કેનાલમાં નવજાત શિશુનો મૃતદેહ તરતી હાલતમાં મળ્યો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:26 AM

થરાદના વામી ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગુરુવારે નવજાત શિશુનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો....

  • વામી ગામ નજીકથી કેનાલમાં નવજાત શિશુનો મૃતદેહ તરતી હાલતમાં મળ્યો
    થરાદના વામી ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગુરુવારે નવજાત શિશુનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો. નવજાત શિશુને નર્મદા કેનાલમાં નાખનારી જનેતા વિરુદ્ધ રોષ સાથે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. આ અંગે ખેડૂતોએ પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

    વામી ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગુરુવારે એક નવજાત શિશુનો મૃતદેહ તરતાં ખેડુતોને નજરે પડતાં ખેડૂતોએ પોલીસને જાણ કરી હતી. આ અંગે પોલીસ ગાયનેક ડોકટરોની હોસ્પિટલમાં ઊંડી તપાસ કરે તો જરૂર આ શિશુની ભુર્ણ હત્યા કરનાર જેનતા જરૂર ઝડપાઇ શકે છે તેવી લોક માંગ ઉઠી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending