તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદમાં નવ્વાણું યાત્રાની પૂર્ણાહુતિ નિમિત્તે વરઘોડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદત્રિસ્તુતિક જૈન સંઘ આયોજીત પંદર દિવસથી નગરના વરખડી સકલતીર્થ ધામમાં ચાલી રહેલી નવ્વાણું યાત્રાની પૂર્ણાહુતિ થતાં બુધવારે નગરમાં ભગવાન અને આરાધકો સાથે વાજતેગાજતે ભવ્ય વરઘોડો યોજાયો હતો.જેમાં યાત્રામાં ભાગ લેનાર આરાધકોનું બહુમાન કરવામાં આવ્યું હતું.

થરાદ ત્રિસ્તુતિક જૈન સંઘ દ્વારા શ્રી વરખડી સકલ તીર્થધામ ખાતે ગત ભાદરવા સુદ ચૌદસથી પંદર દિવસીય નવ્વાણું (૯૯)યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સતત પંદર દિવસ વરખડી સકલ તીર્થધામમાં રોકાઇને થરાદ શહેરના પણ ધંધાર્થે દેશપરદેશમાં સ્થાયી થયેલા જૈન પરિવારના 170 જેટલા આરાધકોએ પોતાના આત્માના મોક્ષાર્થે શ્રી રાષ્ટ્રસંત આચાર્ય દેવ શ્રીમદ વિજ્યજયંતસેન સુરિશ્વરજી મહારાજાની આજ્ઞાનુવર્તી સાધ્વીજીશ્રીઓ આદિઠાણાની પાવનનિશ્રામાં જીવનની અત્યંત પાવના આરાધના માટે મહાન તીર્થો એવા શ્રી શેત્રુંજય ગીરીરાજ, શ્રી સમેતશિખરજી, શ્રી ગીરનાર, શ્રી પાવાપુરી, શ્રી હસ્તગીરી કદમગીરીની 108 લોગસ, પ્રદક્ષિણા, ખમાસણા, સાથીયા અને દાદાની પુજા કરી હતી. તેમજ ભક્તામ્બર પાઠ, વ્યાખ્યાન, સામયિક, પુજા, શાંતિ સ્નાત્ર અને ભગવાન અને મહારાજ સાહેબની માળાઓ કરી હતી. યાત્રાની બુધવારે પૂર્ણાહુતિ થતાં પાર્શ્વનાથ દાદાની પ્રતિમા અને ગુરુદેવના ફોટા સાથે બગી, ઘોડા તથા બેન્ડ અને શરણાઇની સુરાવલીઓ સાથે ભવ્ય વરઘોડો યોજાયો હતો.

થરાદના રાજમાર્ગો પર વરઘોડો નિકળ્યો હતો. તસવીર-વિષ્ણુદવે

અન્ય સમાચારો પણ છે...