તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદની સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની ઘટથી દર્દીઓ પરેશાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સહિતની 24 કર્મીઓની જગ્યા ખાલી

થરાદનીરેફરલ હોસ્પીટલને અપગ્રેડ કરવામાં આવી છે,પણ તબીબોની જગ્યા ખાલી પડેલી છે. અંગે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન જણાવ્યું હતુંકે નવી ઉભી કરાયેલી વર્ગ 1ની જગ્યાઓ ભરાઇ નથી જ્યારે વર્ગ 4 ની જગ્યાઓ ભરાતી નથી.

એક વર્ષ પહેલાં થરાદની રેફરલ હોસ્પીટલને સબ જનરલ હોસ્પીટલમાં અપગ્રેડ કરવામાં આવી હતી.આથી હોસ્પીટલમાં બેડની સંખ્યા 50 થી વધીને 100ની થઇ હતી.સાથે વર્ગ 1 ની સાત નવા તબીબોની જગ્યાઓ પણ ઉભી થવા પામી હતી.જોકે આજ સુધી ઓર્થોપેડીક સર્જન,આઇ સર્જન, ગાયનેકોલોજીસ્ટ, ફીજીશિયન, પિડીયાટ્રીશિયનની જગ્યાઓ રેફરલને જનરલ હોસ્પીટલનો દરજ્જો મળવા છતાં પણ સરકાર દ્વારા ભરવામાં આવી નથી.

જ્યારે મુખ્ય સુપ્રિન્ડેન્ટેન્ટની જગ્યા પણ ત્રણ વર્ષ (1 જાન્યુ.’14) થી ખાલી પડેલી છે.તેવીજ રીતે વર્ગ ચારની પણ 24 પૈકી 17 જગ્યાઓ ખાલી છે.રેફરલના 57 કર્મચારીઓના મંજુર મહેકમ સામે માત્ર 35 જગ્યાઓ ભરાયેલી છે,જ્યારે બાકીની 22 ખાલી હોવાના કારણે સરહદી પ્રજાને સરકારની આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળતો નથી. રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી શંકર ચૌધરી થરાદ પાસેના વાવના ધારાસભ્ય હોવા છતાં અને વાવનો મોટાભાગનો વ્યવહાર થરાદથી હોવા છતાં પણ સ્થાનિક લોકોને આરોગ્ય સેવાઓનો લાભ નહી મળવાથી લોકોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.આ અંગે ઇન્ચાર્જ અધિક્ષક ડૉ ઓ.પી. માથુરે જણાવ્યું હતુંકે રેફરલ અપગ્રેડ થતાં નવી ઉભી થયેલી જગ્યાઓ હજુ ભરવામાં આવી નથી.જ્યારે વર્ગ ચારના કર્મચારીઓની જગ્યા ભરવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો