તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદમાં સરપંચ માટે 20 અને સદસ્યો માટે 22 ફોર્મ ભરાયાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદતાલુકાની ગ્રામપંચાયતની ચુંટણીઓ જાહેર થતાં તેજ થયેલ ઉનાળાની ગરમીની સાથે રાજકીય ગરમાવા વચ્ચે 10 ગ્રામપંચાયતો અને ગત ચુંટણીઓના બાકી વોર્ડ મળીને 20 સરપંચ અને 22 સદસ્યો માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યું હોવાનું નાયબ મામલતદાર ચુંટણીએ જણાવ્યું હતું.

થરાદ તાલુકાના નાયબ મામલતદાર ચુંટણી વિનોદભાઇ ગોકલાણીએ જણાવ્યું હતુંકે ઘેસડા,ડેલ,જામપુર અને ઇઢાટા ગ્રામપંચાયતનું વિભાજન થવાથી તેમાંથી નવી બનેલી અનુક્રમે જાણદી,જાંદલા,રાજકોટ અને ઘંટીયાળી જ્યારે ઉંદરાણા અને નાનોલ ગ્રામપંચાયતની મુદત પુર્ણ થવાથી મળીને 10 ગ્રામપંચાયતોની સરપંચ તથા સદસ્યો અને ગત ચુંટણીમાં બાકી રહેલી 30 વોર્ડની બેઠકોની ચુંટણી યોજાનાર છે.જેના ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત ગત 18 મી માર્ચે થતાં છેલ્લા બે દિવસમાં સરપંચ પદ માટે 20 અને સદસ્યો માટે 22ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યાં હતાં.થરાદ તાલુકા પંચાયતમાં વાહનોમાં ભરાઇને ઉમેદવારો અને તેમના સમર્થકો ઉમટી પડતાં ભીડ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો