Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફેસબુક ઉપર દલિતોની લાગણી દુભાવનાર યુવક વિરૂદ્ધ ફરિયાદ
દલિતસમાજના એક વ્યક્તિના ફેસબુક પર એમના પ્રોગ્રામની પત્રિકા મુકેલી હતી. જેના વિશે વાવના ખરડોલ ગામના યુવકે દલિત સમાજને જાતિ વાચક શબ્દો દ્વારા અપમાનિત કરતી કોમેન્ટ કરી હતી. જેથી દલિત સમાજની લાગણી દુભાતાં મંગળવારે બપોરના સમયે દલિત સમાજના લોકોએ એકઠા થઇ વાવ પોલીસ મથકે કોમેન્ટ કરનાર યુવક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. બનાવને લઈ ઘેરા પ્રત્યાઘાત ઊભા થયા છે.
દલિત સમાજના નૌશદભાઇ સોલંકીના (કોંગ્રેસ અનુસૂચિત જાતિના ચેરમેન) ફેસબુક પેજ પર એમના પ્રોગ્રામની પત્રિકા મુકેલી હતી. જેમાં અનુસુચિત અધિકાર આંદોલનનો કાર્યક્રમ જાહેર કરેલ હતી.
જે પત્રિકા ઉપર પ્રકાશ આશલ(મુ.ખરડોલ તા.વાવ) દલિત સમાજ સમાજને જાતી વાચા શબ્દો દ્વારા અપમાનિત કરી દલિત વિરોધી અપશબ્દો લખી સમાજની લાગતી દુભાવી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. અને વાવ-સુઇગામ થરાદના દલિત સમાજના લોકો એકઠા થઇ વાવ પોલીસ મથકમાં પ્રકાશ આશલ વિરૂદ્ધ બબાભાઇ જીવાભાઇ પારેગી (દલિત) (માડકા તા. વાવ) ફરિયાદ આપતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ થરાદ ડીવાયએસપી ઉમેશ પટેલ ચલાવી રહ્યા છે.