રસ્તા બાબતે પિતા અને પુત્ર પર હુમલો, 4 સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદતાલુકાના ઘોડાસર ગામમાં ટ્રેકટર પર જઇ રહેલા ખેડૂત પિતા-પુત્રને ગામના ચાર શખસોએ ભેગા મળીને માર મારતા ગંભીર રીતે ઘવાયા હતા. ભુરાજી રાવતાજી અને હાઠાજી નામના પિતા-પુત્ર પોતાના ખેતરનું કામ પતાવીને સાંજે જ્યારે ઘોડાસર ગામ તરફ આવી રહ્યા હતા. દરમિયાન ગામનાજ ચારેક જેટલા શખસોએ હથિયારો સાથે હૂમલો કરીને ઇજાઓ પહોચાડી હતી. હૂમલામાં એકને વધુ ઇજા થતા મહેસાણા ખસેડવામાં આવ્યા છે. પોલીસે મામલે ફરીયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...