તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • મોરથલ અમરાજી ગોળીયા પ્રા. શાળામાં વાલી મીટીંગ અને બાળકોને તિથિભોજન

મોરથલ અમરાજી ગોળીયા પ્રા. શાળામાં વાલી મીટીંગ અને બાળકોને તિથિભોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહ : થરાદ તાલુકાની મોરથલ ગામની અમરાજી ગોળીયા પ્રાથમિક શાળામાં ગામના સેવા ભાવિ એવા મોતીભાઇ હરાજી માળી તરફથી શાળાના બાળકોને મિષ્ઠાન સાથે તમામ બાળકોને ભોજન ભાવ સાથે તિથિભોજન અપાયું હતું. ત્યારબાદ શાળામાં વાલી મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના વાલીઓએ મીટિંગમાં હાજરી આપી હતી. શાળાને લગતા પ્રશ્નો તેમજ બાળકોને અભ્યાસમાં પડતી મુશકેલીઓને કેવી રીતે વાલી તેમજ શિક્ષકો સમજે અને તેનો ખ્યાલ રાખે તેના વિષય પર ચર્ચાઓ કરવામાં આવી હતી. શાળાના શિક્ષક સુનિલભાઇ પટેલએ તિથિભોજનના દાતા અને શાળાના બાળકોના વાલીઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે શાળા પરિવારના તમામ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...