તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • પીલુડામાં બંદોબસ્ત ન મળતાં દબાણ હટાવવા પહોંચેલી ટીમ પાછી ફરી

પીલુડામાં બંદોબસ્ત ન મળતાં દબાણ હટાવવા પહોંચેલી ટીમ પાછી ફરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદના પીલૂડા ગામે 72 દબાણદારોને નોટીસ આપ્યા બાદ સોમવારે દબાણ હટાવવાની કાર્યવાહી માટે ટીડીઓ, સર્કલ ઓફિસર અને પંચાયતના તલાટી જે.સી.બી. સાથે પહોંચ્યા હતા.પરંતુ દબાણો હટાવવા માટે પોલીસ બંદોબસ્ત ના મળતા અને ડી.એલ.આર.આઇ.ના અધિકારીઓ હાજર ન રહેતાં તેમજ ગ્રામ પંચાયતમાં ગામલોકોના ટોળેટોળા અધિકારીઓ દબાણ હટાવવાની કામગીરી મોકૂફ રાખી હતી.

થરાદના પીલુડા ગામે દબાણ હટાવવા પંચાયત દ્વારા ગામના 72 જેટલા દબાણદારોને થોડા સમય અગાઉ અંતિમ નોટીસ આપીને દબાણો દુર કરવાની તાકીદ કરતાં ફફડાટ ફેલાયો છે. 72 દબાણદારો પૈકી ગામના 35 જેટલા દબાણદારોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સરકારની આવાસ યોજના અંતર્ગત 25-30 વર્ષ પહેલાં તેમને રહેણાંક મળ્યાં હતાં. આથી આ તેમની વડીલોપાર્જિત ગામતળની જગ્યા હોઇ ગામમાં વર્ષ 2010માં દબાણો દુર કરાવાયા હતા.

ત્યારે તેમનાં દબાણ નહીં હોઇ તેને દુર કરાવવામાં આવ્યાં ન હતાં. પરંતુ અત્યારે પંચાયત અને ગામના અંગત રાજકારણના કારણે ખોટું સર્વે કરીને તેમને દબાણ દુર કરવાની નોટીસ આપી સોમવારના રોજ હાથ ધરી હતી. ટીડીઓ, તલાટી સહિત સર્કલ ઓફિસર પિલુડા ગામે જેસીબી મશીન સાથે પહોંચી ગયા હતા પરંતુ અગમ્ય કારણોસર પોલીસ પ્રોટેક્શન ના મળતાં તેમજ ડીઆરઆઇના અધિકારીઓ ગેરહાજર રહેતાં પંચાયતમાં ધસી આવેલા ગામલોકોના ટોળાને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેને લઇને તાલુકા પંચાયતના ટીડીઓ દબાણ દૂર કરવાની કાર્યવાહી મોકૂફ રાખી હોવાનું ટીડીઓ ભીખાભાઇએ જણાવ્યું હતું. જોકે જેસીબી સાથે દબાણ દૂર કરવા ગયેલા તંત્ર વિના મોઢે પરત ફરતા ચકચાર મચી જવા પામી હતી. જો કે દબાણ દૂર કરવાની કાર્યવાહીને લઇને અનેક દબાણદારો સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની જાતે કામગીરી હાથ ધરી હતી અને દબાણ દૂર કર્યા હતા.

પોલીસ સહિત ડીએલઆરઆઇના અધિકારીઓ ગેરહાજર રહેતાં તંત્રએ દબાણ દૂર કરવાની કાર્યવાહી મોફૂક રાખી
અન્ય સમાચારો પણ છે...