તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • ખારખોડામાં સગા જેઠે નાનાભાઇની પત્નીની આબરૂ લૂંટી, અભયમ હેલ્પલાઇનની મદદથી ફરિયાદ નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારખોડામાં સગા જેઠે નાનાભાઇની પત્નીની આબરૂ લૂંટી, અભયમ હેલ્પલાઇનની મદદથી ફરિયાદ નોંધાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદતાલુકાના ખારાખોડા ગામમાં સગા જેઠે પોતાના નાનાભાઇની પત્નીની આબરૂ લૂંટી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે. જેમાં જેઠાણી અને તેનો પતિ પણ સામેલ હોવાનું સામે આવતાં ચકચાર મચી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ખારાખોડા ગામમાં 5 વર્ષનું લગ્નજીવન ધરાવતી 3 સંતાનોની માતા 11મી માર્ચના રોજ રાતના દસેક વાગે પોતાના પતિ કહ્યું માનતા હોઇ અને મોડા સુધી ઘરે નહીં આવ્યા હોઇ રાહ જોતી ઘરના ફળીયામાં બેઠી હતી. વખતે તેના જેઠ અને જેઠાણી તેની પાસે આવ્યા હતા અને જેઠાણીએ ‘અમે તને સહકાર આપીશું અને તારા જેઠને તારો પતિ માન’ તેમ કહેતાં તેણીએ આવું નહીં બોલવા જણાવતાં જેઠ-જેઠાણીએ તેને જમીન પર પાડી મદદ કરતાં જેઠે આબરૂ લૂંટી હતી. બનાવ અંગે સવારે ઘેર આવેલા પતિને વાત કરતાં તેણે બધી વાતની ખબર હોવાની અને કશું કરવું નથી તેમ જણાવતાં કુટુંબની આબરૂ જવાની બીકે ફરિયાદ કરી હતી. પરંતુ લંપટ જેઠે ગત બુધવારની રાતે 11 વાગે ફરી જબરજસ્તી કરવાની કોશિશ કરતાં તેણી બહાર દોડતાં તેના નણદોઇ બચાવીને તેમના ઘરે લઇ ગયા હતા. ગુરુવારે બનાવની 181 મહિલા અભ્યમ હેલ્પલાઇનને ફોન કરતાં તેઓ થરાદ દોડી આવ્યા હતા. શુક્રવારે પતિ તથા જેઠ અને જેઠાણી સામે અત્યાચારની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો