તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • લવજેહાદ: ભચાઉની દલિત યુવતીને થરાદનો મુસ્લિમ યુવક ભગાડી લાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવજેહાદ: ભચાઉની દલિત યુવતીને થરાદનો મુસ્લિમ યુવક ભગાડી લાવ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉતાલુકાની દલિત યુવતીને સાથે નોકરી કરતો થરાદનો મુસ્લિમ યુવક પ્રેમમાં ફસાવી ઉપાડી ગયાની ઘટના પ્રકાશમાં આવતાં ભચાઉ પોલીસે થરાદમાં ધામા નાખી સ્થાનિક પોલીસની મદદથી 2 શકમંદોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

ગત 6 જૂને ભચાઉ તાલુકાની લાકડીયા ગામની 22 વર્ષિય દલિત યુવતી ગુમ થઇ જતાં તેની તપાસ કરાતાં તેને થરાદ શહેરના થાણાશેરીમાં રહેતો અને લાકડીયા ખાતે નોકરી કરતો અલતાફ વલી ફકીર નામનો યુવક પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આથી ભચાઉ પોલીસ મથકના પીએસઆઇ મુકેશભાઇ દેસાઇ તથા તેમની ટીમે અઠવાડીયાથી થરાદમાં ધામા નાખ્યા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરી પીઆઇ જે.જી. ચાવડાની મદદથી ગુજરાત તથા રાજસ્થાનના અંતરિયાળ ગામોમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને અલતાફના બે મિત્રો અને થરાદ શહેરના એક સ્થાનિક માણસનો ષડયંત્રમાં સાથ હોવાની માહિતી મળતાં થરાદ પોલીસે નિશારભાઇ કાળુભાઇ મેમણ અને તેના મિત્ર કાન્તીલાલ માળી (રહે.લુણાવા)ની પણ શકમંદ તરીકે અટકાયત કરી હતી અને યુવતીને ભગાડી જનારા અલતાફ સુધી પહોંચવા કડીઓ મેળવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. બીજી બાજુ અલતાફનો પરિવાર અને તેનો જીગ્નેશ માળી નામનો બીજો મિત્ર પણ ઘર છોડીને ભૂગર્ભમાં ઉતરી જતાં લવજેહાદના મામલે ખળભળાટ મચી ગયો છે.

આરોપીને પકડવા ભચાઉ પોલીસ થરાદમાં, 2 શકમંદોની અટકાયત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો