• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ વાવ પંથકમાં અતિવૃષ્ટિવાળા વિસ્તારમાં પેયજળનું વિતરણ કરાયું

થરાદ-વાવ પંથકમાં અતિવૃષ્ટિવાળા વિસ્તારમાં પેયજળનું વિતરણ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ |થરાદ અને વાવના પૂરમાં આવેલા એવા થરાદના મહાદેવપુરા ગામે 1200 લીટર, લોરવાડા ગામે 2 હજાર લીટર, ડોડગામે અને નાનીપાવડ ગામે 1500 લીટર, વળાદર ગામે 2 હજાર, વાંમી ગામે 6400 લીટર વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે વાવ તાલુકાના નાળોદર ગામે 3 હજાર લીટર પાણી સહિત તણાઇ ગયેલ રસોડાની સામગ્રીના પૂરપિડીતોને કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બોલેરોમાં પાણીના કેરબા ભરી ગામની મુલાકાત લઇ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભણશાળી ટ્રસ્ટ તથા ક્રિષ્ના હોસ્પિટલ, કરમસદના સંકલનથી અત્યાર સુધીમાં 6 ગામોમાં આરોગ્ય કેમ્પ પણ પૂર્ણ કરવામાં આવ્યા હતા. જેમાં 500 થી વધુ દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના પૂરઅસરગ્રસ્ત ગામો જલ્દી બેઠા થાય તે માટે ટાટા ટ્રસ્ટની ગુજરાતની ટીમ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...