• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • સાંચોરના પ્રતાપપુરામાં પીરની જાળે પાકિસ્તાનથી પણ શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે

સાંચોરના પ્રતાપપુરામાં પીરની જાળે પાકિસ્તાનથી પણ શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજસ્થાનની સરહદે થરાદના ખોડાબોર્ડરથી માત્ર ચાર કિમીના અંતરે આવેલા રાજસ્થાનના સાંચોરના પ્રતાપપુરા ગામે પીરની જાળ તરીકે ઓળખાતી જગ્યાએ 800 વર્ષ ઉપરાંત પુરાણા ઊર્સ (મેળા)નો ચૈત્ર સુદ બીજથી પ્રારંભ થયો હતો.દસ દિવસ ચાલનારા ઊર્સમાં ભારત ઊપરાંત પાકિસ્તાનથી પણ શ્રદ્ધાળુઓ દાદાની દરગાહે માથું ટકેવવા માટે ઊમટી પડે છે.

ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલી પીરની જાળ તરીકે ઓળખાતી હજરત મખદુમ પીર અબ્બનશાહ દાદાની દરગાહે દર વર્ષે પરંપરાગત ચૈત્ર સુદ બીજથી ભવ્ય ઊર્સ (મેળો) ભરાય છે. જે મેળો દસ દિવસ સુધી ચાલે છે. જેમાં લોકોની માનતાઓ પુર્ણ થતી હોઇ હજારો લોકો પોતાની માનતાઓ પુર્ણ કરવા પગપાળા પણ ઊમટી પડે છે. જેમાં હિન્દુઓ પણ બહોળી સંખ્યામાં આવતા હોવાથી કોમી એકતાનો પ્રતિક ગણવામાં આવે છે. બુધવારે કોમી એકતાની બેઠક બાદ વકફ બોર્ડ દ્વારા પ્રથમ ચાદર ચડાવી ઊર્સ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

સાંચોરના ડીવાયએસપી ફાઉલાલ મીણા, દરગાહના ખલીફા મોહમંદ બક્ષ તથા પ્રતાપપુરાના સરપંચ ગૌરવ વિશ્નોઇ, જાલોર લઘુમતિ બોર્ડના પ્રમુખ હાજીતૈયબખાન બાગવાન દરગાહ કમિટીના પ્રમુખ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...