• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરામાં પિતાની જાણ બહાર દસ્તાવેજોમાં ચેડાં કરી પુત્રએ 7 લાખનું ધિરાણ લઈ લીધું

થરામાં પિતાની જાણ બહાર દસ્તાવેજોમાં ચેડાં કરી પુત્રએ 7 લાખનું ધિરાણ લઈ લીધું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરામાં પાટણ એક્સિસ બેંકના મેનેજર અને અન્ય 3 લોકો સાથે મળી પુત્રએ પિતાની જાણ બહાર ખોટા રેકોર્ડ તૈયાર કરી ખોટા રેકર્ડને સાચા તરીકે ઉપયોગ કરી પિતાની જમીનનું રૂ. 7 લાખનું ધિરાણ મેળવી છેતરપીંડી આચરી ખેતીની જમીન પર બોજો પાડતા પિતાએ પુત્ર સહિત 4 લોકો સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે.

થરાના દિયોદર રોડ નજીક મેલડીમાતાના મંદિર પાસે રહેતા બાબૂજી ઓખાજી પરમારના દીકરાએ જ પાટણ એક્સિસ બેંક મેનેજર સહિત અન્ય 3 શખ્સોએ સાથે મળી પિતાની જાણ બહાર ખોટા રેકોર્ડ તૈયાર કરી ખોટા રેકોર્ડના આધારે એક્સિસ બેંકમાં ખાતું ખોલાવી ખોટા રેકોર્ડનો સાચા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન પર રૂ.7 લાખનું ધિરાણ મેળવી છેતરપીંડી કરી હતી અને જમીન પર બોજો પડાવી લીધો હતો. સમગ્ર મામલાની જાણ પિતા બાબુજીને થતાં તેમણે તપાસ કરાવતાં પુત્રએ જ બનાવટી રેકર્ડ ઉભું કરીને સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી પિતા બાબુજીએ પુત્ર રમેશજી બાબૂજી પરમાર (રહે.તેરવાડિયા વાસ-થરા), હિગળાજગિરિ ઉર્ફે અતુલદેવગિરિ (રહે.ઇન્દ્રમણા), શંકરજી ભિખાજી ઠાકોર (રહે.ચચાસણ,તા.ભાભર), પરાગભાઈ પટેલ ફાયનાન્સ ઓફિસર-દિયોદર અને અક્સીસ બેંકમાં પાક ધિરાણની ફાઈલો તૈયાર કરનાર મેનેજર સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...