તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદમાં ત્રણ યુવકોએ યુવતીનો હાથ પકડી છેડતી કરતાં ચકચાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ શહેરમાં આવેલા પ્લોટ વિસ્તારમાં રહેતી યુવતીને વિસ્તારમાં રહેતા ત્રણ યુવકોએ છેડતી કરતાં થરાદ પોલીસ મથકે ત્રણેય યુવકો વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

થરાદના પ્લોટ વિસ્તારમાં રહેતી યુવતીના ઘરની આગળ તેજ વિસ્તારના ત્રણ યુવકો બેસીને મોબાઇલમાં ગીતો વગાડી અવાર નવાર હેરાન પરેશાન કરતા હતા.જે અંગે યુવતીએ તેના પિતાને વાત કરતાં તેના પિતાએ યુવકોને ઠપકો આપ્યો હતો તેમ છતાં યુવકોએ યુવતીને હેરાન પરેશાન કરવાનું ચાલુ જ રાખ્યું હતું.ત્યારે ગત રોજ રાતના નવેક વાગ્યે યુવતી કૂતરાને રોટલી આપવા ઘરની બહાર આવતા આ ત્રણેય યુવકોએ યુવતીનો હાથ પકડી છેડતી કરતાં યુવતી બુમો પાડતા યુવતીના પિતા દોડી આવ્યા હતા અને ત્રણેય યુવકો ભાગી ગયા હતા. જે અંગે યુવતીએ થરાદ પોલીસ મથકે શાહબાજ ઉર્ફ સદ ફિરદોસ શેખ, અરબાઝ શુભાન શેખ સહિત આરીફ સુભાન શેખ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...