થરાદ નાયબ કલેક્ટર કચેરીમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદ ખાતે આવેલી નાયબ કલેક્ટરની કચેરીએ બુધવારે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સમિતિના સભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓ અને ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં સરકારી હોસ્પિટલમાં સી.સી.ટી.વી કેમેરા, સ્ટોર રૂમમાં દવા મુકવાના સ્ટેન્ડ સહિત બગીચાને વાડ, સેનિટેશન ફર્નિચર, એસી અને પાણી પીવા માટે ફ્રીજની ખરીદી કરવાના ઠરાવો કરવામાં આવ્યા હતા. તેમજ આરોગ્યને લગતી કામગીરી અંગે ચર્ચાઓ કારવામાં આવી હતી. આ બેઠકમાં અગાઉ થયેલ ખર્ચ બાબતની જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...