તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદની નર્મદા કેનાલમાં પડતું મૂકી યુવકનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદની નર્મદા કેનાલમાં પડતું મૂકી આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે.ઘટનાને પગલે લોકો એકઠા થઈ ગયા હતા.જ્યાં ભારે જહેમત બાદ લાશ બહાર કરાઢવામાં સફળતા મળી હતી.

થરાદ-વાવ હાઇવે પર દૂધ શીત કેન્દ્ર પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં અજાણ્યા યુવકે અગમ્ય કારણોસર મુખ્ય નર્મદા નહેરમાં મોતની છલાંગ લગાવતાં કેનાલ પર લોકોના ટોળેટોળાં એકઠાં થઇ ગયા હતા. ત્યાં આજુબાજુના લોકોએ યુવકની લાશ તરતી જોઇ થરાદના નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરને જાણ કરતા તાત્કાલિક પહોંચીને યુવકના મૃતદેહને બહાર કાઢી પી.એમ. અર્થે થરાદ રેફરલમાં સોંપ્યો હતો. આ મુદ્દે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.તસવીર ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...