તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદમાં રિક્ષામાં ભરેલા બોક્સમાંથી શંકાસ્પદ પ્રવાહી જથ્થો ઝડપાયો

થરાદમાં રિક્ષામાં ભરેલા બોક્સમાંથી શંકાસ્પદ પ્રવાહી જથ્થો ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદમાં શુક્રવારની સાંજે બજારમાં શંકાસ્પદ જતી રિક્ષા પોલીસે અટકાવી તપાસ કરતા તમાકુના લેબલવાળા બોકસમાં લેબલ વગરની પ્લાસ્ટિકની બોટલમાં પ્રવાહી ભરેલું હોવાથી શંકા જતાં પોલીસે રિક્ષા સહિત ચાલકની અટકાયત કરી એફએસએલની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસને તપાસ દરમિયાન લેબલ વગરની પ્લાસ્ટીકની 995 બોટલો મળી આવી હતી. જેથી પોલીસને શંકા જતાં પોલીસે રિક્ષા ચાલક સહિત તમામ જથ્થો કબજે કરી થરાદ પોલીસ મથકે લઇ જઇ ફૂડ એન્ડ ડ્રગ્સ અને એફ.એસ.એલ વિભાગને જાણ કરતાં ફૂડ એન્ડ ડ્રગ્સ અને એફ.એસ.એલ. વિભાગના અધિકારીઓ દોડી આવી પ્લાસ્ટિકમાં ભરેલ પ્રવાહીના સેમ્પલ લઇ એફએસએલમાં મોકલ્યા હતા. જોકે આ અંગે પીઆઇ જે.બી.આચાર્યે જણાવ્યું હતું કે ‘શંકાસ્પદ પ્રવાહી બોટલમાં ભરેલું મળી આવેલો હોવાથી એફ.એસ.એલ. ની મદદ લેવાઇ છે. રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે..’

અન્ય સમાચારો પણ છે...