થરાદની શિવમ વિદ્યામંદિરમાં ‘બાળ રમતોત્સવ' ની ઊજવણી કરાઇ

થરાદ | શિવમ્ વિદ્યામંદિર થરાદમાં શનિવારે બાળ રમતોત્સવની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં કે.જી. થી ધોરણ-8 સુધીના બાળકોએ...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:00 AM
થરાદની શિવમ વિદ્યામંદિરમાં ‘બાળ રમતોત્સવ' ની ઊજવણી કરાઇ
થરાદ | શિવમ્ વિદ્યામંદિર થરાદમાં શનિવારે બાળ રમતોત્સવની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં કે.જી. થી ધોરણ-8 સુધીના બાળકોએ વિવિધ બાળ રમતો જેમાં લીંબુ ચમચી, કોથળા દોડ, દોરડા કૂદ, ફુગ્ગા ફોડ, પગ બાંધણી ચાલ, ચોકલેટ શોધ, એક મિનિટ શો, સંગીત ખુરશી વગેરે મળી 30 જેટલી રમતોમાં બાળકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી રાજુભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય મનુભાઈ દવેએ બાળકોને જીવનમાં રમત-ગમતનું મહત્વ તથા રમતમાં ખેલદિલીની ભાવના અંગે સમજણ આપી હતી. કાર્યક્રમનું સમગ્ર આયોજન શાળાના શિક્ષિકા બહેનો હરિતાબેન દવે તથા પ્રિયંકાબેને કર્યું હતું અને શિક્ષક દુદાભાઈ, ભરતભાઈ, અરવિંદભાઈ, વિષ્ણુભાઈ, પ્રજ્ઞાબેન, સુંધલબેન, નેહાબેન, દક્ષાબેન, જયોત્સનાબેન, સરોજબેન અને મુકેશભાઇએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. દરેક રમતમાં વિજેતા થયેલ બાળકોને સંસ્થા તરફથી પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા.

X
થરાદની શિવમ વિદ્યામંદિરમાં ‘બાળ રમતોત્સવ' ની ઊજવણી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App