તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • ગામના પશુપાલક દંપતીએ બાંધકામ અટકાવવા વાંધા અરજીઓ આપવા છતાં પણ કાર્યવાહી નહી કરતાં રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામના પશુપાલક દંપતીએ બાંધકામ અટકાવવા વાંધા અરજીઓ આપવા છતાં પણ કાર્યવાહી નહી કરતાં રોષ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદનાપઠામડા ગામમાં બની રહેલ દુધ મંડળીનું નવું મકાન દબાણમાં બની રહ્યું હોઇ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગામના એક દંપતીએ તેને અટકાવવાની માંગણી કરી છે.

થરાદના પઠામડા ગામમાં દુધ ઉત્પાદક સહકારી મંડળીનું મકાન દબાણની જમીનમાં બની રહ્યું હોવાની ગામના પશુપાલક ભમરાભાઇ ઠાકોર અને કમળાબેન ઠાકોર નામના દંપતીએ તાલુકા પંચાયતમાં રજુઆત કરી છે. અગાઉ તાલુકા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં રજુઆત કરાતાં તા.25 જૂન-2014 ના રોજ સ્થળ ખાતરી કરીને બાંધકામ અટકાવવામાં પણ આવ્યું હતું. 04 જુલાઇ-2014ના રોજ સરપંચ તલાટીએ નોટિસ આપતાં મકાનનું બાંધકામ બંધ કરાયું હતું. જોકે ત્યાર બાદ ફરીથી ચાલુ થઇ જતાં દંપતીએ તેને બંધ કરાવવાની માંગણી કરી છે. અંગે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ભીખાભાઇ ગુજોરે જણાવ્યું હતુંકે મકાનતો અગાઉ નામંજુર થયેલ ગામતળની જમીનમાં બની રહ્યું છે. પણ તેમાં જેતે સમયે પ્લોટીંગ નહી પડવાના કારણે વિવાદ થતાં અંગે ગ્રામપંચાયતને કાર્યવાહી કરવા સુચના પણ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો