તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદમાં વેટકચેરી પાસેથી ફ્લાઇંગ સ્કવોડે 4 ટ્રકો ઝડપી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તંત્રની મીલીભગતથી બારોબાર નીકળે છે

થરાદનીવાણિજ્ય વેરા કચેરીએથી ટેક્ષચોરી કરાય તે પહેલાં અમદાવાદની ફલાઇંગ ટીમે શનિવારે 4 ટ્રકો ઝડપી લીધી હતી. સ્થાનિક કચેરીની મીલીભગતથી બારોબાર ગાડીઓ નીકળતી હોવાનું રાવ ઉઠતી રહી છે.

શનિવાર સવારે અમદાવાદથી વાણિજ્યવેરા કચેરીની ફલાઇંગ ટીમે થરાદની વાણિજ્યવેરા કચેરીથી ટેક્ષ ભર્યા વગર પસાર થતી પ્રવૃતિને અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.જેના ભાગરૂપે ચેક પોસ્ટથી પસાર થાય તે પહેલાં રાજસ્થાન તરફ જવાની ફિરાકમાં રહેલી રાજસ્થાન પાસિંગની ચાર શંકાસ્પદ ટ્રકો અટકાવી હતી. જેમાં ટાઇલ્સ ભરેલી હતી.ટીમે તેમની પાસે વેટના ફોર્મનંબર 402 અને 403 ની માગણી કરતાં ટ્રક ચાલકો પાસે હતા.આથી તમામને અટકાવીને કાર્યવાહી માટે થરાદની વેટ કચેરીને સોંપાઇ હતી. તસવીર-વિષ્ણુદવે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો