તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિલ સુપ્રિન્ડેન્ટની જગ્યા નહી ભરાયતો ભૂખ હડતાળ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદનીરેફરલ હોસ્પીટલને અપગ્રેડ કરવામાં આવી છે,પણ તબીબો અને સૂવિધાઓના નામે મીંડુ છે. આથી થરાદ તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા જનઆંદોલન અને આવેદનપત્રનું આયોજન કરવામાં આવ્યું છે. સરહદી તાલુકાઓની પ્રજાને અનેક હાલાકીઓ ભોગવવી પડતી હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.

થરાદ-વાવ તાલુકાની સરકારી હોસ્પિટલમાં અત્યારે વર્ગ એકની તમામ જગ્યાઓ જેવી કે ઓર્થોપેડીક સર્જન, આઇસર્જન, ગાયનેકોલોજીસ્ટ, ફીજીશિયન, પીડીયાટ્રીશિયન અને મુખ્ય સુપ્રિન્ડેન્ટેન્ટની જગ્યા તો ત્રણ વર્ષથી ખાલી પડેલી છે. તેવીજ રીતે વર્ગ ચારની પણ દસ જગ્યાઓ ખાલી છે. રેફરલના 70 કર્મચારીઓના મંજુર મહેકમ સામે માત્ર 50 ટકા જગ્યાઓ ભરાયેલી છે. બાકીની ખાલી હોવાના કારણે સરહદી પ્રજાને સરકારની આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળતો નથી અને તેમણે ના છુટકે ખાનગી દવાખાનાંમાં મોંઘીદાટ સારવાર કરાવવી પડે છે.

અન્યાય સામે ઝઝૂમવા માટે તાલુકા કોંગ્રેસ સમિતિના લડાયક મિજાજ ધારણ કર્યો છે. તાલુકાના પ્રમુખ આંબાભાઇ એચ. સોલંકીએ જણાવ્યું હતું કે બહોળી સંખ્યામાં જન આંદોલન કરી રેલી સ્વરૂપે 05 એપ્રિલના રોજ બપોરે 12-00 વાગ્યે નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો