• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • 26 જાન્યુઆરીએ કચેરીની સફાઇ, રોશની ન કરનાર અધિકારીઓ કસૂરવાર ગણાશે

26 જાન્યુઆરીએ કચેરીની સફાઇ, રોશની ન કરનાર અધિકારીઓ કસૂરવાર ગણાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ ખાતે 26મી જાન્યુઆરીને લઇ અધિકારીઓની ગુરુવારે પ્રાન્ત કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં 24થી 26 તારીખ સુધી કચેરીઓમાં રોશની કરવી તેમજ સ્વચ્છતા રાખવાની રહેશે. જે અધિકારીઓ પોતાની ઓફિસમાં રોશની અને સ્વચ્છતા નહીં રાખે તેને કસૂરવાર ઠેરવવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારાઇ હતી.

થરાદ ખાતે આગામી જિલ્લા કક્ષાની 26મી જાન્યુઆરીની ઉજવણી થનાર હોઇ તેને લઇ થરાદ પ્રાન્ત કચેરી ખાતે ગુરુવારે પ્રાન્ત અધિકારી એ.કે.કલસરિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં થરાદ ડી.વાય.એસ.પી., પાણી પુરવઠા અધિકારીઓ, પી.ડબ્લ્યુ.ડી., શિક્ષણ વિભાગના અધિકારી, નગરપાલિકાના અધિકારીઓ તેમજ તમામ સરકારી વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આવનારી 26 મી જાન્યુઆરીને લઇ જિલ્લા કક્ષાની ઉજવણી હોઇ તમામ સરકારી કચેરીઓમાં તા. 24 થી 26 તારીખ સુધી રોશની કરવી, તમામ કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રાખવી, જીલ્લા કક્ષાની ઉજવણીમાં અધિકારીઓ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ આવનાર હોઇ જે મંત્રીઓ કોઇપણ કચેરીઓ ઓચિંતાની મુલાકાત કરી શકે તેથી તમામ કચેરીમાં સ્વસ્છતા રાખવી જરૂરી છે. તમામ કચેરીઓમાં સાફ-સફાઇ અને કરેલી રોશનીની ફોટોગ્રાફી ફરજીયાત કરવી. કોઇ પણ કચેરીમાં સફાઇ કે રોશની નહી હોય તો ગમે તે સમયે કોઇપણ ફોટોગ્રાફી કરીને મુકાશે તો તેના માટે દરેક અધિકારી કસૂરવાર ગણાશે તેવી ચિમકી ઉચ્ચારાઇ હતી. સફાઇ તેમજ રોશની ફરજીયાત છે. આ 26 મી જાન્યુઆરી કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી દીલીપભાઇ ઠાકોર રહેશે ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં થરાદ નગરપાલિકાના અને પુરવઠાના અધિકારીને ભુગર્ભ ગટર ઉભરાતી હોવાના બેદરકારીને લઇ આડે હાથે લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...