તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદના જેતડા રોડ પર દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ પોલીસે જેતડા ત્રણ રસ્તા પરથી બાઈકમાંથી 14,400નો બિયર અને બાઈક સહિત 44,400નો મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જેતડા ત્રણ રસ્તા પાસેથી બાઈક પર વિદેશી દારૂ આવી રહ્યો હોવાની બાતમીના આધારે થરાદ પોલીસે બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી વાળી બાઇક નંબર RJ 46 SD1256 આવતા તેને અટકાવતાં બાઈક સવાર શિશુપાલ રાજારામ ચતરામ વિસ્નોઈ (રહે મોકાતરા તા.રાણીવાડા જી.ઝાલોર) અને સુનિલકુમાર બાબુલાલ ગોકળરામ વિસ્નોઈ (રહે .કોટડા તા.રાણીવાડા જી.ઝાલોર) બંનેને પોલીસે પ્લાસ્ટીકના કટ્ટામાંથી કુલ મળી 144 બોટલ બિયર14,400નો મળી આવ્યો હતો. દારૂ અને બાઈક કિ.30 હજાર અને બિયર મળી કુલ 44,400નો મુદામાલ ઝડપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...