તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદમાં દારૂ સાથે બે ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેનાવા ચેકપોસ્ટ, કારગીલ હોટલ અને સરાલ ત્રણ રસ્તા નજીકથી દારૂ ઝડપાયો, ત્રણની અટકાયત

ધાનેરામાંથી રૂ. 2.60 લાખના દારૂ સાથે ત્રણ વાહનો ઝડપાયા

ધાનેરાપોલીસે રવિવારે જુદાજુદા ત્રણ સ્થળોએ વોચ ગોઠવી હતી. જ્યાંથી રૂ. 2.60 લાખનો વિદેશીદારૂ ભરેલા ત્રણવાહનો ઝડપી લીધા હતા. અને ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટથી કાર નં.જીજે.01.કે.ઇ.-2866 માંથી રૂ. 79800 નો વિદેશીદારૂની 764 બોટલ ઝડપી લીધી હતી. અને રૂ.2,50,000ના વાહન સાથે રાજસ્થાનના હરેશ ભુરાજીની અટકાયત કરી હતી. જ્યારે કારગીલ ત્રણ રસ્તા પાસે બોલેરો ગાડી નં.જીજે.08.આર.-0672 માંથી રૂ. 10,000નો વિદેશી દારૂની 108 બોટલ કબજે લઇ જડીયાના ચાલક પુરણસિંહ કાનસિંહ સોલંકીની અટકાયત કરી હતી. ઉપરાંત સરાલ ત્રણ રસ્તા પાસે બોલેરો પીકઅપ ગાડી નં.આર.જે.46.જીએ-0915 માંથી રૂ. 1,68,000ના વિદેશીદારૂની 1680 બોટલ કબજે લઇ ચાલક જગમલ વેનાજી રાજપુતની અટકાયત કરી હતી.એકજ દિવસમાં રૂ. 2,58,600 ના સાથે રૂ, 11,59,100 મુદ્દામાલ સાથે ત્રણ શખસોને જેલના હવાલે કર્યો હતા.

ધાનેરા પોલીસે દારૂની ખેપ મારતા બુટલેગરોને જેલના હવાલે કરીને મુદ્દામાલ કબજે લીધો હતો.જોકે બુટલગરોએ જાણે સારૂ કાર્ય કર્યું હોય તેમ હસતા મોંઢે બિન્દાસ બની ફોટા પડાવ્યા હતા.તસવીર-રાજન ચૌધરી

અન્ય સમાચારો પણ છે...