તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામધંધો મળતાં આધેડે આત્મહત્યા કરતાં ચકચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદનાડેલ ગામમાં આધેડે બેકારી અને ગરીબીના કારણે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતાં પંથકમાં ચકચાર સાથે અરેરાટીની લાગણી ફેલાઇ છે. અંગે થરાદ પોલીસે અક્સ્માત મોત અન્વયે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મુળ દિયોદર તાલુકાના ચાળવા ગામના મફજી પીરજી વાઘેલા (દરબાર) પોતાના સાસરીપક્ષના થરાદ તાલુકાના ડેલ ગામે રહીને ખેત મજુરી કરીને જીવનનું ગાડું ગબડાવ્યે જતા હતા. જો કે તેમને પોતાની માલિકીની જમીન ડેલ તથા ચાળવા ગામે હોવાના કારણે પૈસાની ભારે તકલીફ રહેતી હતી. વળી તેઓ દરબાર કોમના હોવાના કારણે મજુરી કરવામાં તથા બહાર જવામાં પણ ક્ષોભ અનુભવતા હતા. તેમજ તેમના બે પુત્રો ઊંમર લાયક થવા છતાં પણ પુત્રોની સગાઇ થયેલ હોવાના કારણે તેઓ છેલ્લા એકાદ વર્ષથી ભારે ચિંતામાં રહેતા હતા.

શુક્રવારની સાંજના કારણે તેમનો મોટો પુત્ર આંબજી આધાર કાર્ડ કઢાવવા માટે શાળામાં ગયો હતો.તે દરમ્યાન સાંજના ચારેક વાગ્યાના સુમારે મફજીએ પોતાના ઘરની બાજુમાં ઊભેલા શણીના ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ લટકી ગયા હતા. જેમને તેમનો નાનો પુત્ર જોઇ જતાં તેણે બુમાબુમ કરતાં મોટોભાઇ તથા અન્ય સંબંધીઓ દોડી આવ્યા હતા. અને દોરડું કાપી મફજીને બેભાન હાલતમાં થરાદની રેફરલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં તપાસીને ફરજ પરના તબીબે તેમને મૃતજાહેર કર્યા હતા. અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહનું પીએમ કરાવી અકસ્માત મોત રજીસ્ટરે નોંધ કરી આંબજી મફજી વાઘેલાની જાહેરાતના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...