તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનપુરમાં પડોશીએ મહિલાને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાનપુરમાંપડોશીએ મહિલાને ગોંધી રાખી દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઈ છે.

થરાદના ખાનપુર ગામની સીમમાં ભાગીયા તરીકે ભાભર તાલુકાના સનેસડા ગામની એક પચ્ચીસ વર્ષીય મહિલા પોતાના પરિવાર સાથે રહેતી હોઇ ગત 18મીની રાતે પોતાના ખેતરના છાપરામાં સુતી હતી.દરમ્યાન રાતના બારેક વાગ્યાના સુમારે ખેતરનો પડોશી ડુંગરાભાઇ નરસેંગભાઇ માજીરાણા આવીને પોતાની પત્નીને પેટમાં દુખતું હોઇ થરાદ દવાખાને રિક્ષામાં જઇને દવા કરાવીને તરત પાછા આવીએ તેમ કહીને તેને રિક્ષા જોડે લઇ જઇ મોઢું દાબી તને ઘરમાં રાખવી છે અને લગ્ન કરવા છે જો કંઇ બોલીશ તો જીવ ખોઇશ તેવી ધમકી આપતાં રિક્ષાચાલક કરમણભાઇ તેણીને દોલતપુરા લઇ ગયો હતો.જયાં ડુંગરાભાઇ તેના સંબંધી ભરત તથા તેની પત્નીની હાજરીમાં તેના ખેતરમાંના છાપરામાં તેણીને અઠવાડીયું ગોંધી રાખી રોજ રાતે દુષ્કર્મ આચર્યું હતું.આ અંગે થરાદ મથકમાં પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...