• Gujarati News
  • બુઢણપુર ગોળીયા પ્રાથમિક શાળામાંથી મઘ્યાહન ભોજનનાં વાસણો ચોરાયાં

બુઢણપુર ગોળીયા પ્રાથમિક શાળામાંથી મઘ્યાહન ભોજનનાં વાસણો ચોરાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ તાલુકાના બુઢણપુર ગોળીયાની પ્રાથમિક શાળામાંથી તસ્કરો મઘ્યાહન ભોજન યોજનાના રૂ. ૧૯ હજાર ઉપરાંતની કિંમતનાં વાસણો ચોરી ગયા હતા.
બુઢણપુરમાં રહેતા માલાજી ગોળીયાની પ્રાથમિક શાળાના આચાર્ય હીરજીભાઇ ગંગારામભાઇ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, શુક્રવારે સવારે સાતેક વાગ્યે દૂધ લેવા ગોળીયા આવતાં શાળાના મઘ્યાહન ભોજન રૂમનું તાળું તૂટેલું જણાતાં મંડળીના મંત્રી, એસએમસી અઘ્ય ા સહિતને બોલાવી તપાસ કરતાં રૂમમાંથી તપેલાં, પાટલી, ભાતીયા, તાવેતો, ચમચો, વઘારીયું, તગારું, તવો, ચારણી, સાણસી, લોટા, લાઇટર, કુકર, કડાઇ સહિત ૨૧ પ્રકારની કિંમત રૂ.૧૯,૪૬૨ની ચીજવસ્તુઓ ચોરી થયાનું જાણવા મળ્યું હતું. આ અંગે શાળાના આચાર્યની ફરિયાદના આધારે થરાદ પોલીસે તપાસ હાથ ધરી છે.