પીલુડા ગામે પિતરાઇ ભાઇને જમીનના પૈસા મુદ્દે માર માર્યો

ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો,ચાર સામે ફરિયાદ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:35 AM
Tharad - પીલુડા ગામે પિતરાઇ ભાઇને જમીનના પૈસા મુદ્દે માર માર્યો
થરાદ તાલુકાના પીલૂડા ગામે 20 વર્ષના યુવકને તેના પિતરાઇ ભાઇએ જમીનના રૂપિયા મામલે ગડદાપાટુનો માર મારતાં ઇજાગ્રસ્તને થરાદ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી ચાર વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

થરાદ તાલુકાના પીલૂડા ગામના કાળાભાઇ પ્રેમાભાઇ ઠાકોર શુક્રવારના રોજ સાંજના સમય દરમિયાન તેમના પિતરાઈ ભાઈ સહિત ચાર શખ્સો પ્રેમાભાઇ ઘરે આવી જમીન વેચી તેના રૂપિયા આપો અને પ્રેમાભાઈ કહ્યું કે મારી જમીનના રૂપિયા તેને કેમ આપું તેમ કહેતા ચારેય જણા ઉશ્કેરાઇ કાળાભાઈના પુત્રને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. માર મારતા દરમિયાન ફરિયાદીની પત્ની વચ્ચે પડી તેના પુત્રને છોડાવ્યો અને તેને મૂઢમાર મારી ઇજાઓ થતાં સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા.

આથી કાળાભાઇએ પોપટજી પ્રેમાભાઈ ઠાકોર, ચમનાજી પ્રેમાજી ઠાકોર, અરવિંદભાઈ ચમનાજી ઠાકોર, હીરાભાઈ મોહનભાઇ ઠાકોર (તમામ રહે.પીલૂડા) વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

X
Tharad - પીલુડા ગામે પિતરાઇ ભાઇને જમીનના પૈસા મુદ્દે માર માર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App