• Home
  • Uttar Gujarat
  • Palanpur District
  • Tharad
  • Tharad - થરાદમાં સેશન્સ કોર્ટનું ડિસ્ટ્રિકટ જજ અને રાજ્ય મંત્રીના હસ્તે ઉદ્દઘાટન

થરાદમાં સેશન્સ કોર્ટનું ડિસ્ટ્રિકટ જજ અને રાજ્ય મંત્રીના હસ્તે ઉદ્દઘાટન

થરાદ, વાવ, સુઇગામના પક્ષકારોને દિયોદર લાંબા નહી થવુ પડે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:25 AM
Tharad - થરાદમાં સેશન્સ કોર્ટનું ડિસ્ટ્રિકટ જજ અને રાજ્ય મંત્રીના હસ્તે ઉદ્દઘાટન
થરાદની કોર્ટ કચેરીઓમાં એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટની ફાળવણી સ્વરૂપે વધુ એક કચેરીનો ઉમેરો થતાં રવિવારે જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ અને સિવીલ જજના હસ્તે મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્રમાં શુભારંભ કરાયો હતો.

થરાદ, વાવ અને સુઇગામ તાલુકાના પક્ષકારોને ન્યાય માટે સેશન કોર્ટ દિયોદર ખાતે ફાળવેલી હોવાથી તેઓને દિયોદર ખાતે લાંબુ અંતર કાપી જવું પડતું હતું. બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ જજ કુમારી એસ.કે.બક્ષીએ જણાવ્યા મુજબ તેમના પ્રયત્નોથી એક વર્ષની અંદર એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટની ફાળવણી પણ કરવામાં આવી હતી.અને તેનું રવિવારે મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રના ઉપરના ભાગે લોકાર્પણ કાર્યક્રમમાં થરાદ બાર એસોસિયેશન અને ત્રીજા એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ દ્વારા કાર્યક્રમ કરવામાં આવતાં સેશન્સ કોર્ટનું ડિસ્ટ્રીકટ જજ વી.કે.વ્યાસ, પ્રિન્સી.સી.સિવિલ જજ એ.એસ.પાટીલ અને એડી.ડિસ્ટ્રીકટ જજ બી.એલ.ચૌધરી તેમજ રાજ્ય મંત્રી પરબતભાઇ પટેલના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય હેમાભાઈ રાજપૂત, દિયોદર એસ.ડી.એમ. એ.ડી.ચૌહાણ, થરાદ બાર એસોસિએશન અને પ્રમુખ એસ.વી.જેપાલ, વાવ,થરાદ અને સુઇગામના ધારાશાસ્ત્રીઓ, વાવ - થરાદ કોર્ટના જજીસ અને સ્ટાફ ઉપસ્થિત હતો.

X
Tharad - થરાદમાં સેશન્સ કોર્ટનું ડિસ્ટ્રિકટ જજ અને રાજ્ય મંત્રીના હસ્તે ઉદ્દઘાટન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App