તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર વિજિલન્સ ટીમની ત્રણ સામે કાર્યવાહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | આઇજીપીહસમુખ પટેલ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના માર્ગદર્શન તથા પીએસઆઇ એન.જી. સોલંકીની સુચના મુજબ હેડકોન્સ્ટેબલ રમેશભાઇ પટેલ અને નરપતસિંહ સોલંકી થરાદ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં આવતાં બુધવારની સવારમાં તેમને ગુજરાતમાં વિદેશી દારૂ લવાઇ રહ્યો હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી વૉચ ગોઠ‌વતાં થરાદના રડકા ગામની સીમમાંથી આરજે-16-સીએ-8055 નંબરની અલ્ટો કારમાં વિદેશી દારૂની 1553 બોટલ સાથે રાજસ્થાનના નાગોરડી તા. સાંચોરનો મુકેશભાઇ રામારામજી રબારી નામનો શખસ રંગેહાથે ઝડપાઇ જવા પામ્યો હતો. પોલીસે રૂપીયા 1,55,300 નો દારૂ તથા એક 500નો મોબાઇલ અને 200 રૂપીયા રોકડ મળીને કુલ રૂપીયા 3,06,000 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...