• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદમાં માર્કેટયાર્ડની બાજુ આવેલા પાર્લરમાંથી દારૂ સાથે શખસ ઝડપાયો

થરાદમાં માર્કેટયાર્ડની બાજુ આવેલા પાર્લરમાંથી દારૂ સાથે શખસ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદમાં માર્કેટયાર્ડની બાજુ આવેલા પાર્લરમાંથી દારૂ સાથે શખસને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

થરાદ પોલીસ અને એલ.સી.બી ટીમે મળી રાત્રે અર્બુદા પાર્લરમાં દારૂ વેચાણ કરતા વેપારીને 6100ના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. થરાદ માર્કેટયાર્ડની બાજુ આવેલા અર્બુદા પાર્લરમાં વિદેશી દારૂનું વેચાણ થાય છે તેવી બાતમી આધારેના થરાદ પોલીસ અને એલસીબીની ટીમે મળી રાત્રે અર્બુદા પાર્લરમાં રેડ કરી હતી. જ્યાં પાર્લરની આડમાં દારૂનું વેચાણ થતું હતું અને આ પાર્લર અને તેની વખારમાં રેડ કરતા આજુબાજુના લોકોના ટોળેટોળાં એકઠા થયાં અને આ વેપારીની વખારમાં પણ દારૂ હોવાનું ધ્યાનમાં આવતા તેનું તાળું પોલીસે તોડી તેમાંથી કુલ મળી 61 બોટલ વિદેશી દારૂ કી.6100 સાથે પાર્લર માલિક ઓખાભાઈ મઘાભાઈ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

થરાદ માર્કેટયાર્ડની બાજુ આવેલા અર્બુદા પાર્લરમાંથી વિદેશી દારૂ સાથે યુવક ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...